- આજીવન ચાલે તેવી ઓસ્ટ્રેલીયન ટ્યુબિંગ સિસ્ટમ.
- આપના મકાન પેસ્ટ કન્ટ્રોલ ઓપરેટર પ્રવેશ વગર ઉધય નિયંત્રણ.
- ફલોરીંગને નુકસાન વગર, ફર્નીચર ખસેડયા વગર.
- ઈકો-ફ્રિન્ડલી, આડઅસર મુકત.
- જરૂરીયઆત પ્રમાણે ફરીથી ટ્રીટમેન્ટ કરી સકાય.
- આ ટ્રીટમેન્ટ નવા બનતા બાંઘકામમાં જ કરી સકાય.
|
કિફાયતી ભાવમાં આપના કિંમતી મકાન, ઓફીસ, ગોડાઉન અને ફાર્મ હાઉસને ઉધઈના ઉપદ્રવથી બચાવવા, વર્ષોવર્ષ સુધી જાળવણી કરવા આઇએસઆઇ માર્કાની દવા દ્વારા આયુર્વેદ પધ્ધતિ થકી, દસ વર્ષના અનુભવી કારીગરોની ટીમ દ્વારા ઉધઈ નાશક પ્રક્રિયા (પેસ્ટ કંટ્રોલ) માટે અમારી કાર્ય પધ્ધતિનો ઉપયોગ કરો. |
|
આપના મકાન, ઓફીસ, ગોડાઉન અને ફાર્મ હાઉસને તથા કિંમતી ફર્નિચર,દસ્તાવેજ-રેકર્ડની જાળવણીના કબાટને ભેજ-વરસાદથી બચાવવાનું આયોજન બાંધકામના સમયે જ વિચારવામાં આવતું હોવાનું વિશેષ જોવા મળે છે. પરંતુ ગમે ત્યારે ફૂટી નીકળતી ઉધઈના મકાન, ઓફીસ, ગોડાઉન કે ફાર્મ હાઉસમાં પ્રવેશને અટકાવવાના આગોતરા આયોજનમાં થયેલી ગફલત આપને પારાવાર નુકશાન પહોચાડી શકે છે. |
|
આપના મકાનમાં ઉધઈનું ઘર હોવું એ ચિંતા ઉપજાવનારી બાબત છે. આ અંગે પ્રાથમિક તબકકે ઉધઈ સામેની બચાવ કામગીરીમાં વિલંબ ન કરવો જોઈએ. કારણ કે ફક્ત એક જ વખતનું નજીવું રોકાણ આપના મકાન, ઓફીસ, ગોડાઉન, ફાર્મ હાઉસને વર્ષો સુધી ઉધઈના ઉપદ્રવ સામે રક્ષણ આપી શકે છે. |
|
આપના નવા બંધાતા રહેણાંક કે ઓફિસ સહીતના બાંધકામને શરૂઆતથી જ ઉધઈમુક્ત બનાવવા ગેરંટીવાળી ઓસ્ટ્રેલિયન પધ્ધતિ ( ટયુબીંગ સિસ્ટમ ) પણ ઉપલબ્ધ છે. અમારી સેવાઓનો નજીવા દરે લાભ લેવા ઉપરાંત દર વર્ષે અમો આપના મકાન, ઓફીસ, ગોડાઉન કે ફાર્મ હાઉસનું ખાતરીપૂર્વકનું નિરીક્ષણ કરીએ છીએ. જેથી આપે અમારા કાર્યમાં મૂકેલ વિશ્વાસ વર્ષોવર્ષના અતૂટ સંબંધ સ્વરૂપે જળવાઈ રહે. |
|
ઉધઈના નાશ-અટકાવ માટેની નજીવા દરે ખાતરીપૂર્વકની સેવા માટે અમારો સંપર્ક સાધો. અમારા કાબેલ પ્રતિનિધિ આપના મકાન, ઓફીસ, ગોડાઉન અને ફાર્મ હાઉસનું રૂબરૂ નિરીક્ષણ કરશે. જેઓ આપને ઉધઈના ઉપદ્રવને રોકવા માટેનું જરૂરી માર્ગદર્શન, માહિતી તથા આપના કિંમતી બાંધકામને ઉધઈમુક્ત કરવાની અમારી કાર્ય પધ્ધતિ અને થનાર ખર્ચ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપશે. ત્યારબાદ આપે અમારી સેવાઓ લેવી કે ન લેવી તે નક્કી કરી શકો છો. |
|
આપનું નજીવું રોકાણ અમારી વિશ્વસનીયતાનું પ્રતિક બની રહેશે. |
|
ઉધઈના ઉપદ્રવને ઊગતો ડામો, સ્નેપ પેસ્ટ કંટ્રોલ અપનાવો. |
|
ઉધઈના ફેલાવાને અટકાવી ચિંતામુક્ત બનો |
|
- વર્ષોથી આ ક્ષેત્રે ઊંડું સંશોધન કરતા સિધ્ધિ રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ચંદ્રકાંત શેઠના જણાવ્યા મુજબ ઉધઈથી બચવા માટે આગોતરું આયોજન જરૂરી છે.
- ફર્નિચર, કાગળથી માંડીને અનેક ચીજોનો ગણતરીના કલાકોમાં ઉધઈની ફોજ ચાવીને ખાત્મો બોલાવી દે છે. સમગ્ર વિશ્વ જેનાથી પીડિત છે તે ઉધઈ વર્ષે-દહાડે અબજોનું નુકસાન અને માનસિક ત્રાસ વર્તાવે છે.
- ઉધઈની એક રાણી પ્રતિદિન ૩૦ હજાર ઈંડા મૂકે છે અને તે પૈકીની લગભગ ૫૫ જાતની રાણીઓ એવી છે કે તે દરરોજના ૮૦ હજારથી ૮૬ હજાર જેટલા ઈંડા મુકવાની ખતરનાક ક્ષમતા ધરાવે છે.
- સમગ્ર વિશ્વમાં કીટકોમાં જો કોઈ મોટામાં મોટી ખાઉધરી જાત હોય તો તે આ ઉધઈની છે. આ કામદાર (મજૂર) ઉધઈને આંખો હોતી નથી. છતાં એકબીજાને અનુસરીને આગળ વધીને સુગંધથી પોતાના શિકાર સુધી પહોંચીને મહત્તમ નુકસાન આ ઉધઈ જ પહોચાડે છે.
- રાત-દિવસ મતલબ કે સતત ચોવીસ કલાક આ કામદાર ઉધઈ લાકડાં, ફાઈબર અને કાગળ જેવા પદાર્થોમાં રહેલા સેલ્યુલોઝનું શોષણ કરી તેને પચાવે છે. ઉપરાંત આ ખોરાક કોલોનીમાં અન્ય સભ્યોને પણ પહોંચાડે છે. તેમજ રાણીએ મૂકેલા ઈંડાને અન્યત્ર પહોંચાડે છે. સાથોસાથ ઈંડાને મહત્વના રસાયણો પૂરા પાડીને તેનો ઉછેર કરે છે.
- ગોરાળુ અને રેતાળ જમીનમાં ઉધઈ ઝડપથી વિકસે છે.
- જમીનમાં ઉપરના ભાગે ઉધઈનું જે લશ્કર ત્રાટકીને હુમલો કરે છે તે તો તેના તમામ સૈન્યોનો માંડ ૫ થી ૭ ટકા જેટલો જ હિસ્સો હોય છે. બાકીના ૯૩ થી ૯૫ ટકા હિસ્સાની ઉધઈ તો જમીનમાં રહેલી વસાહતોમાં હોય છે.
-
ઉધાઈમાં જે સૈનિક ઉધઈ છે તે જ આક્રમક હોય છે અને તે દીવાલ, ફાઉન્ડેશન, કન્સિલ્ડ વાયરિંગ વગેરે જગ્યાઓમાંથી તે આગળ વધીને કૂચ કરે છે. મજૂર ઉધઈ માટે માર્ગ ખુલ્લો કરે છે.
ઉધઈને અટકાવવાના અસરકારક ઉપાયો
- ઘર, ઓફીસ, ગોડાઉન અને ફાર્મ હાઉસ સહિતના બાંધકામોની આજુબાજુની જમીનમાં ભીનાશ ન રાખવી.
- દરેક બાંધકામમાં હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
- બાંધકામના પાયામાં કે તેની આસપાસ ભરાયેલું પાણી તુરંત જ દૂર કરો.
- ઘરની આસપાસમાં ઊગી નીકળતા ઝાડી-ઝાંખરા દૂર કરવા.
- બાંધકામની આસપાસમાં જીવાત નજરે પડે તો તેને તુરંત જ અટકાવવા-નાશ માટેની પધ્ધતિ અપનાવવી.
- ઘરની આજુબાજુમાં વૃક્ષના મૂળિયાં હોય તો દૂર કરવા.
- ઘર સહિતના બાંધકામોની આસપાસ જમીન પર છવાઈ જતી વસ્તુ, ઝાડી દૂર કરવી.
- આમ વિનાશકારી ઉધઈ આર્થિક સમસ્યા પેદા કરવાની સાથે સાથે ઘર-ઘરને સાંકળતી સામાજિક સમસ્યા પણ બની ચૂકી છે.
|
|
 |
|
|
|